ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા વિધેયક સામે : 11-12-2019
પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદારસાહેબ, મૌલાનાસાહેબ સહિતના હજારો નામી – અનામી મહાનુભાવોના બલિદાનથી મળેલ મહામુલી આઝાદી બાદ આઝાદ ભારતની જે મુલ્યો અને આદર્શ સાથે સ્થાપના થઈ તે મુલ્યો, સંવિધાન, આદર્શોને ઉલટાવવા અને દેશને કમજોર કરવા માટેના ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારના નાગરિકતા સુધારણા વિધેયક સામે સમગ્ર દેશમાં કોંગ્રેસપક્ષ દ્વારા ધરણા પ્રદર્શનના ભાગરૂપે ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનો અને વિવિધ નાગરિક સંગઠનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કૃતિ, બંધારણનો પાયો, જાતિ, ધર્મ, પ્રાંતના ભેદભાવ સિવાય આપણે સૌ એક છીએ એ વાત રજુ કરે છે. પરંતુ એક અંગ્રેજો હતા જેમણે આપણા દેશમાં રાજ કરવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો