ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” : 19-01-2016

તારીખ – ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૬ સમય – બપોરે ૨-૦૦ કલાકે સ્થળ – સત્યાગ્રહ મેદાન, સેક્ટર -૬, ગાંધીનગર “સ્વાભિમાન ધરણાં” યોજાશે.

દેશમાં પંચાયતી રાજ થકી સામાન્ય માનવીને સીધી મદદ મળી રહે અને સ્થાનિક સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે દિવંગત વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પંચાયતી રાજના કાયદામાં સુધારો કરીને મજબૂત બનાવ્યું હતું. ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે અને આગામી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” થશે ગુજરાતમાં વિવિધ પછાત જાતિઓના ઉત્કર્ષ માટે ૨૦ થી વધુ નિગમો છે પરંતુ આ નિગમોને ગુજરાતની ભાજપ સરકારે પુરતું બજેટ ન ફાળવીને ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય કરી રહી છે. આ સમાજોને ન્યાય મળે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સ્વાભિમાન ધરણાં” ગાંધીનગર ખાતે થશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note