ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી : 10-02-2022

વન રક્ષક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયા બાબત સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,  વન રક્ષક વર્ગ-૩ ની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળને કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવાનો રાજ્ય સરકારે કરેલ ઠરાવથી એ સ્પષ્ટ થાય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી પ્રક્રિયા – વ્યવસ્થા સંભાળવામાં સત્તાધીશો નિષ્ફળ ગયા છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં મોટા પાયે છબરડા થયા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note