ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. : 05-11-2016
- ગુજરાતની પ્રજાના જનાક્રોશથી ડરેલી ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે.
- અનેકવિધ સમસ્યાઓ પેદા કરવામાં ગતિશીલ ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી કાર્યક્રમ યોજે છે તો પણ કોઈ લાભ નહી થાય. – ડૉ. હિમાંશુ પટેલ
ભ્રષ્ટાચાર, ચોરી-લૂંટ, બેરોજગારી, મોઘવારી અને અનેકવિધ કૌભાંડો સાથે સમસ્યાઓ પેદા કરવામાં ગતિશીલ રહેલી ગુજરાતની ભાજપ સરકાર પ્રજાના રોષના કારણે ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીઓથી દૂર ભાગી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણપણે જનાધાર ગુમાવી ચુકનાર ભાજપ સરકારે કોંગ્રસ શાસિત જિલ્લા-તાલુકા પંચાયતોની સત્તાઓમાં ગેરકાયદે કાપ મુકવા છતાં ભાજપ વિરુદ્ધ અકબંધ રહેલા જનાક્રોશના કારણે ભાજપ સરકાર પ્રજાનો સામનો કરતા ડરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો