ભાજપ સરકાર દ્વારા સરકારી યોજનાઓની જાહેરાતો પાછળ કરોડોનું આંધણ : 02-05-2016
- ભાજપ સરકાર દ્વારા સરકારી યોજનાઓની જાહેરાતો પાછળ કરોડોનું આંધણ
- સમગ્ર રાજ્યમાં અછતની પરિસ્થિતિ હોવા છતાં બજેટેડ કામોના હોર્ડીંગ્સ-બેનર્સ અને સમારોહ પાછળ લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરી પ્રજાની મશ્કરી કરતી ભાજપ સરકાર
સમગ્ર ગુજરાત રાજ્યમાં પીવાના પાણીની તીવ્ર તંગી સાથે અછતની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે લાજ – શરમને નેવે મુકીને ભાજપ સરકાર દ્વારા સરકારી યોજનાઓની જાહેરાતો અને સમારોહ પાછળ લાખ્ખો રૂપિયાનું આંધણ કરી પ્રજાની મશ્કરી કરી રહી હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં અછતની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર તંગી સાથે પશુધન માટે પણ ઘાસચારા અને પાણીના પ્રશ્ને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો