ભાજપ સરકાર દ્વારા મળતિયાઓનાં ખિસ્સા ભરવા બટાકાનાં ભાવમાં ઉઘાડી લૂંટ : 22-10-2020

  • ખેડૂતો પાસેથી ૮૦ – ૧૦૦ રૂપિયે મણ ખરીદાયેલાં બટાકા અત્યારે કિલોનાં ભાવે વેચી ખેડૂતોને કરાતાં અન્યાય સામે આક્રોશ : ડૉ. હિમાંશુ પટેલ

ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તાં ભાવે બટાકા અને ડુંગળી ખરીદયા પછી અત્યારે પ્રજા સાથે ઉઘાડી લૂંટ ચલાવીને ભાજપ સરકાર દ્વારા વેપારીઓ અને તેમનાં મળતિયાઓને તગડો નફો રળી આપવામાં આવી રહયો હોવાનું કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. તેમણે સીધો આરોપ મૂકતાં કહ્યું છે કે, ખેડૂતો માટે છેતરામણી અને લલચાવતી યોજનાઓ જાહેર કરતી ભાજપ સરકાર વાસ્તવમાં એજન્ટો અને વેપારીઓનાં ખિસ્સા ભરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note