ભાજપ સરકાર દ્વારા મગફળીના બિયારણમાં ખેડૂતોની ખુલ્લી લૂંટ કરે છેઃ : 19-06-2017

  • ભાજપ સરકાર દ્વારા મગફળીના બિયારણમાં ખેડૂતોની ખુલ્લી લૂંટ કરે છેઃ ડૉ. હિમાંશુ પટેલ
  • સરકારી નિગમમાં મગફળીના બિયારણનો ભાવ રૂા. ૨૦૦૦/- જ્યારે બજારમાં રૂા. ૧૫૦૦/–

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બિયારણની સસ્તા ભાવે જથ્થાબંધ ખરીદી કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા આ જથ્થાબંધ ખરીદેલ બિયારણ ખેડૂતોને બજારભાવ કરતાં વધુ ભાવે વેચાણ કરે છે. જેનો સીધો મતલબ એ થાય છે  કે, આ સરકાર ખેડૂતોને મદદરૂપ થવાને બદલે ખેડૂતોની ઉપેક્ષા કરી ખેડૂતોના નામે વેપાર કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, સરકારની ફરજ છે કે, ખેડૂતોને મદદરૂપ બની બિયારણ અંગે ખેડૂતોને મદદરૂપ બની સસ્તા ભાવે સારૂ બિયારણ ઉપલબ્ધ થાય, મગફળીનું બિયારણ પુરૂ પાડવાની જવાબદારી હોય છે. ત્યાં ભાજપ સરકાર મગફળીના બિયારણમાં ખેડૂતોની લૂંટ કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note