ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે : 30-11-2016
- ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવે.
નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને નગરપાલિકાની ૧૮ બેઠકો પેટા ચૂંટણી, વાપી અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીઓના પરિણામમાં સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત થયેલ માહિતી અને અગાઉની ચૂંટણીઓ જીતવા માટે ભાજપની ઈ.વી.એમ. કરામત અંગે તપાસની માંગ કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, જે રીતે સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર સામે વિરોધવંટોળ છે. ભાજપ સરકારથી પ્રજા પરેશાન છે. રાજ્યના નાગરિકોના હક્ક અને અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. છેલ્લા ૧ વર્ષના ભાજપ સરકારના કાર્યક્રમો સામે પણ મોટા પાયે પ્રજાએ વિરોધ નોંધાવ્યો છે, ત્યારે જે રીતે પરિણામો જાહેર થતાં જે તે ક્ષેત્રની પેટા ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોએ વ્યાપક પ્રમાણમાં પરિણામો અંગે શંકા વ્યક્ત કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો