ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ : 01-06-2017

કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના કાર્યકાળના લેખાંજોખાના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનિષ તિવારીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધનમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના આંકડાશાસ્ત્ર વિભાગે ભારતની અર્થ વ્યવસ્થા માટે જે આંકડા પ્રસિધ્ધ કર્યા છે તે સ્વયં સ્પષ્ટ છે. NDA ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. નોટબંધી ના 6 મહિના બાદ પણ સરકાર બતાવી શકી નથી કે કેટલા પૈસા પરત આવ્યા. ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 6.1 ટકા થઈ ગયો.GDP નો બેઝ યર 2004-05થી બદલી 2011-12 કરી દેવાયો. 36 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાની સૌથી ખરાબ સ્થિતિ પર છે. 2016માં કારખાનાઓનો વૃધ્ધિદર 12.7 ટકા હતો એ ઘટીને 2017માં પ્રથમ ક્વાર્ટરમાં 5.3 ટકા થયો. નોટબંધીએ અર્થવ્યવસ્થાને તોડી નાખી. એપ્રિલ 2016માં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ 8.7 ટકા હતી તે 2017માં ઘટીને 2.5 ટકા થઈ ગઈ. જેમાં સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન, ઓઇલ ગેસનો સમાવેશ થાય છે. 27 વર્ષમાં થયેલી વૃદ્ધિને ત્રણ વર્ષમાં સરકારે નષ્ટ કરી નાખી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note