ભાજપ સરકારમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં મોટા પાયે વધારો થયો છે : 21-09-2018
- ભાજપ સરકારમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં મોટા પાયે વધારો થયો છે
- સરકાર ડરતી ન હોય અને પ્રામાણિક હોય તો વિધાનસભાનું સત્ર બોલાવીને કેગના રીપોર્ટની ચર્ચા કરે
વિધાનસભાના માત્ર બે દિવસનું ટૂંકું સત્ર અને તેમાં પણ ચર્ચા ન થાય, લોક પ્રતિનિધિ પ્રશ્ન પૂછી ન શકે, ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર બહાર ન આવે, ગેરરીતી અને અનિયમિતતા બહાર ન આવે તે માટે સત્રના અંતિમ દિવસે અંતિમ કલાકે કેગનો અહેવાલ રજુ કરવામાં આવે છે. ત્યારે ગુડ ગવર્નન્સ-સુશાસનની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારનો કેગે ઉજાગર કરેલ ભ્રષ્ટાચાર-ગેરરીતી અને અનિયમિતતા અંગે ચર્ચા કરવા માટે અલગથી વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ૧૪ જાહેર સાહસો ૧૮,૪૧૨ કરોડની જંગી ખોટ કરી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન કોંગ્રેસના શાસનમાં નફો કરીને ડીવીડન્ડ આપતું જાહેર સાહસ હતું. ભાજપ સરકારે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસન સમયથી જે રીતે જી.એસ.પી.સી.માં ખાનગી પેઢીઓને નફો થાય અને સરકારી તિજોરીને નુકશાન થાય તે રીતે નિર્ણયો કર્યા જેના લીધે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને ૧૭૦૬૧ કરોડનું ભારી નુકશાન કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો