ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી નિતિનું સતત ભોગ બની રહેલ લાખો કર્મચારી : 18-05-2019
ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી નિતિનું સતત ભોગ બની રહેલ લાખો કર્મચારીને રાહતરૂપ – આશિર્વાદરૂપ નામદાર વડી અદાલતના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાની શોષણ નિતિનો ભોગ ગુજરાતના લાખો યુવાન કર્મચારીઓ લાંબા સમયથી બની રહેલ છે. ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓ પ્રત્યે ભાજપ સરકાર ઓરમાયુ – અપમાન જનક નિતિ અખત્યાર કરી રહી હતી. નામદાર વડી અદાલતે ભાજપ સરકારની ગેરબંધારણીય નિતિને મોટો ફટકો આપ્યો છે. ફિક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ નિમણુંક લીધેલા લાખો કર્મચારીઓને આ ચુકાદાનો લાભ મળશે. રાજ્ય સરકારના રેગ્યુલર નિમણુંક પામેલા કર્મચારીઓને જેટલું કાયદાનું રક્ષણ મળે છે તે તમામ કાયદાનું રક્ષણ ફીક્ષ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓને મળશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો