ભાજપ સરકારની ધનસંગ્રહ યોજનાના પાર્ટનરો માટે પીપીપી મોડની આરોગ્ય નિતી : 13-12-2016
- નવી પીપીપી કોલેજોની નિતી રદ્દ કરીને રાજ્ય સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેવી વ્યાજબી ફીમાં તબીબી શિક્ષણ માટે સરકારી મેડીકલ કોલેજ સ્થાપેઃ કોંગ્રેસ પક્ષ
- ભાજપ સરકારની ધનસંગ્રહ યોજનાના પાર્ટનરો માટે પીપીપી મોડની આરોગ્ય નિતી
૨૦ વર્ષના ભાજપ શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આરોગ્ય નિતી માત્રને માત્ર પોતાના મળતીયાઓને હોસ્પિટલો અને જમીન આપવા માટેની ધનસંગ્રહ યોજના હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરીકોનું આરોગ્ય ચિંતાજનક છે. નાગરિકોના અપેક્ષિત આયુષ્ય 63 વર્ષ સાથે ગુજરાત દેશમાં ૯ માં ક્રમે, બાળમૃત્યુના ઊંચા દરમાં ૯માં ક્રમે, માતા મૃત્યુના ઊંચા દરમાં ૧૦ માં ક્રમે અને મહિલાઓની તંદુરસ્તીની બાબતમાં ગુજરાતનો ક્રમ છોવાડાનો ૧૮ મો ક્રમ છે. રાજ્યની 55.3 ટકા મહિલાઓ એનીયમીયાથી પીડાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો