ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાના મુખ્ય મથકે દમન પ્રતિકાર ધરણાં યોજાયા : 26-07-2016
- ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાના મુખ્ય મથકે દમન પ્રતિકાર ધરણાં યોજાયા.
ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના મુખ્ય મથકે સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી દમન પ્રતિકાર ધરણાં યોજાયા. કલેક્ટર કચેરી પાસે, અમદાવાદ ખાતે યોજાયેલ દમન પ્રતિકાર ધરણાં ઉપસ્થિત મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ જે લોકો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, જીવન જીવવાનો અધિકાર માટે લાગણી અને માંગણી વ્યક્ત કરે છે તેમને ભાજપ સરકાર કચડી નાંખે છે. ગુજરાતમાં આક્રોશ અને અંજપાના કારણે અલગ અલગ જગ્યાએ દલિત સમાજના ભાઈઓએ આપઘાતના પ્રયાસો કર્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો