ભાજપ સરકારના અણઘડ વહીવટ અને આયોજનના અભાવે ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી : 28-05-2018

  • ભાજપ સરકારના અણઘડ વહીવટ અને આયોજનના અભાવે ૮૦૦૦ ગામોમાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે આજીજી કરવી પડે આવા જળ વ્યવસ્થાપન, વહીવટ, વહેંચણી, વિતરણ અંગેના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ
  • રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નિવેદન ભાજપ સરકારની જળ વિતરણ, જળ સંચય અને જળ પ્રબંધન ક્ષેત્રની નિષ્ફળતાનું સ્વીકારનામું અને બેજવાબદાર નીતિ, દેવાળિયા શાસનની પોલ ખોલી

“પાણી વ્યવસ્થાપન અને વિતરણ નો ખર્ચ સરકાર ને મોંઘો પડી રહ્યો છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તાર માં 2 રૂપીયે એક હજાર લીટર પાણી જ્યારે નગર પાલિકા માં 4 રૂપિયે આપી રહી છે. મોટા ભાગે વસુલાત થતી નથી અને મંડવાળ કરવી પડે છે. પાણી જે ભાવે આપીએ છે તે ભાવે નથી પડતું.ધણું મોંધુ પડે છે. નર્મદા નિગમને કરોડો નો ખર્ચ થાય છે. નાણાં મંત્રી તરીકે વિચાર કરૂં તો આ પાણીના રૂપિયા આવતા નથી. આખરે વ્યાજ કે રકમ માંડવાળ કરવી પડે છે.” તેવા રાજ્યના નાયબ મુખ્યમંત્રીના નિવેદન ભાજપ સરકારની જળ વિતરણ, જળ સંચય અને જળ પ્રબંધન ક્ષેત્રની નિષ્ફળતાનું સ્વીકારનામું અને બેજવાબદાર નીતિ, દેવાળિયા શાસનની પોલ ખોલી નાખવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note