ભાજપ સરકારનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ લાજવાના બદલે ગાજે છે
- ભાજપ સરકારનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ લાજવાના બદલે ગાજે છે. સાગરખેડૂઓ અને રણપ્રદેશના નામે વાહીયાત વાતો કરવાને બદલે નક્કર કામગીરીનો પુરાવો આપેઃ ડૉ. હિમાંશુ પટેલ
- ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો માનનીય નિતિનભાઈ પટેલે મંગાવી જોવા જોઈએ કે ગુજરાતની જનતાજર્નાદને ‘નવસર્જન ગુજરાત’ નું સ્વપ્ન સાકાર કરવા જનઆશીર્વાદ આપ્યા છે.
- રણ મહોત્સવના નામે ભાજપ સરકારે શું કર્યું તેતો પ્રજા જાણે જ છે અને આપ ન જાણતા હોવ તો પૂરતી તપાસ કરાવી લો અને જરૂર લાગશે તો કોંગ્રેસ રણ પ્રદેશ માટેના પ્રશ્નો માટે રણયાત્રા પણ કાઢશે.
ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવવા માટે સાગર ખેડૂઓનો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યા બાદ છેલ્લા બે દશકામાં વ્યાપક અત્યાચારો સાથે શરમજનક અન્યાય કર્યો હોવાનું જણાવતા કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ૧૬૦૦ કિ.મી. નો દરિયા કાંઠો મલ્ટી નેશનલ કંપનીઓને માછીમારી કરવાનો ઈજારો સોંપી ( વેચી માર્યો) દેવાના કારણે સાગરખેડૂઓએ દરિયામાં દુર દુર સુધી માછીમારી કરવા જવુ પડે છે. આ માછીમારો આજીવિકાની શોધમાં પાકિસ્તાનની હદમાં ભૂલથી જતા રહેતા ૨૧૦ માછીમાર ભાઈઓ તથા ૯૨૦ હોડી-બોટની પાકિસ્તાનના કબજામાં છે. આ બાબતે પણ ભારત સરકારે સંવેદનાહીન રહી માછીમાર ભાઈ કે બોટોને છોડાવવા કોઈ પૂર્ણ કાર્યવાહી કરતા નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો