ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે
૨૦ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે, ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં દેશી દારૂ-વિદેશી દારૂ અંગે વિધાનસભામાં વિરમગામના ધારાસભ્યશ્રી ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે છેલ્લા ૫ વર્ષમાં રાજ્યમાંથી ગેરકાયદેસર ૪૩ લાખ ૭૦ હજાર ૩૧૧ લીટર દેશી દારૂ પકડાયેલ છે. જેની કિંમત રૂા. ૮૫૨૬૧૭૨૫ જેટલી થાય છે. જ્યારે ૨ કરોડ ૪૨ લાખ ૫૦ હજાર ૧૪૬ વિદેશી દારૂની બોટલ પકડાયેલ છે. જેની કિંમત ૨૪૬ કરોડ ૮ લાખ ૩૩ હજાર ૯૨૯ રૂપિયા જેટલી થાય છે, જ્યારે સત્તાવાર દારૂ આટલો પકડાયેલ હોય તો ગેરકાયદેસર દારૂનો વેપાર નો આંકડો કેટલો મોટો હશે તે સમજી શકાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો