ભાજપે સ્વનિર્ભર શાળા-કોલેજોથી શિક્ષણની ઘોર ખોદી : 02-09-2016
- ભાજપે સ્વનિર્ભર શાળા-કોલેજોથી શિક્ષણની ઘોર ખોદી છે
- ભાજપ સરકારે તેમના મળતીયાઓને સ્વનિર્ભર શાળા-કોલેજોમાં પાસ થતાં વિદ્યાર્થીઓ કરતાં બમણી બેઠકો આપી શિક્ષણનું ખૂલ્લેઆમ બજારીકરણ કર્યું છે – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે શિક્ષણનું બજારીકરણ કરતાં સેમેસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓનું અનેક પ્રકારે અહિત થયું છે. જ્યારે ભાજપના રાજકીય અગ્રણીઓ અને મળતીયાઓની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં શિક્ષણના નામે વેપલો ચાલુ રાખવા પાસ થતા વિદ્યાર્થીઓ કરતાં બમણી બેઠકો રાખી શિક્ષણની ઘોર ખોદી નાંખવામાં આવી હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારે છેલ્લા બે દસકામાં સેમેસ્ટર પ્રથા, સ્વનિર્ભર શાળા-કોલેજો, અધધધ થઇ જાય તેવી ફીની વાર્ષિક ઉઘરાણી તેમજ ભરતી સહિત વિવિધ પ્રવૃત્તિઓના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગુજરાતમાં શિક્ષણનો મૃત્યુઘંટ વગાડી દીધો છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો