ભાજપે ચિંતન બેઠકમાં પોતાની જ ઘરની ચિંતા સમાન મુદ્દાઓ અંગે જવાબ : 24-06-2016
અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ સામે વાણી વિલાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, પીવાનું પાણી, ખેડૂતોની સમસ્યા, મહિલાઓની સલામતી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિતના પ્રજાની હાડમારીના પ્રશ્નો અંગે ભાજપની કારોબારીમાં ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હોત તો ગુજરાતના નાગરિકોને યોગ્ય ન્યાય મળવાની આશા જાગૃત થાત તેવી સ્પષ્ટ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપની કારોબારીમાં રજુ થયેલ ઠરાવોની હકીકત અંગે ભાજપે ખૂદ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો