ભાજપનો ગેરવહીવટ ઉજાગર કરવા કોંગ્રેસે ટેબ્લો ફરતા કર્યા

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી હવે ક્યારે યોજાશે તે નિશ્ચિત નથી, પરંતુ કોંગ્રેસે અમદાવાદના મતદારોને ભાજપ શાસનની નિષ્ફળતાઓથી જાગૃત રાખવા ત્રણ ટેબ્લો તૈયાર કરી માર્ગ પર ફરતા કર્યા છે. જેમાં પ્રજાને જરૂરી પ્રાથમિક સુવિધામાં પડેલી હાલાકી અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રદેશ કાર્યાલય ખાતેથી લીલીઝંડી બતાવી ટેબ્લો રવાના કર્યા હતા જે આવતી કાલથી આઠ દિવસમાં ૪૮ વોર્ડમાં ફરશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3134496