ભાજપનું બગલબચ્ચુ થઈ પંચે ખાનગી કર્મીઓ મૂક્યા : કોંગ્રેસ
- કો- ઓપરેટિવ બેંકો, પ્રાઈવેટ સ્કૂલોના કર્મચારીઓને ચૂંટણીની ફરજમાંથી દૂર કરવા માગણી
- લોકશાહીને ટકાવવા મુક્ત-પારદર્શક ચૂંટણી યોજો, કમિશનરને ચેતવણી
હાઈકોર્ટની આકરી ટીકા, રોજેરોજ સંચાલન અને સ્પષ્ટતા મુદ્દે ફિલ્ડ ઓફિસરોની ફરિયાદો પછી હવે કોંગ્રેસે પણ ચૂંટણીપંચની કાર્યશૈલી ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશન સહિત તમામ મહાનગરોમાં ચૂંટણીપંચ ભાજપનું બગલબચ્ચુ થઈને ચૂંટણીનું સંચલાન કરી રહ્યુ હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ કર્યો છે.
૨૨મી નવેમ્બરને રવિવારે મતદાન માટે ચૂંટણી અધિકારીઓને કો-ઓપરેટીવ બેંકો, સહકારી સંસ્થાઓથી લઈને પ્રાઈવેટ સ્કુલોના કર્મચારીઓ અને કેટલાક કિસ્સાઓમાં તો સાવ આઉટર્સોિંસગથી માણસો મૂકવામાં આવી રહ્યા છે. જેને તાત્કાલિક પાછા ખેંચવા ચૂંટણી કમિશનરને કોંગ્રેસે ચેતવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલ, મહામંત્રી નિશિથ વ્યાસ, બાબુભાઈ માંગુકિયા, લાલજી દેસાઈ સહિતના પ્રતિનિધિઓ મંગળવારે ચૂંટણી કમિશનર વરેશ સિંહા સાથે બેઠક યોજીને રજૂઆતો કરી હતી. આ અંગે દિપક બાબરીયાએ જણાવ્યુ હતુ કે, પ્રાઈવેટ માણસો ચૂંટણી સંચાલનમાં હોય તો મુક્ત અને પારદર્શક ચૂંટણી કેવી રીતે થાય ? હાર જોઈ ગયેલા ભાજપે આખા ચૂંટણીપંચને હાઈજેક કર્યુ છે. અમારા ઉમેદવારોના બેનર લગાવા દેવાતા નથી. જ્યાં લાગ્યા હોય ત્યાંથી ઉતારી દેવાય છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3167900