ભાજપનું બગલબચ્ચું રાજ્ય ચૂંટણી આયોગ હોવાલો એક વધુ પુરાવો

ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર હોઈ આચારસંહિતા અમલમાં છે તેવા સંજોગોમાં કોઈપણ દ્વારા મતદારોને આર્થિક મદદની લાલચ આપીને લોભાવવાનો મતલબ ‘Corrupt Practice’ થાય. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા આદર્શ આચારસંહિતામાં આ બાબતે સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા જે યોજનાઓ ઘોષિત કરાયેલ હતી તે યોજનાઓ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પોતાના નામે જાહેર કરતી ટી.વી. તથા રેડિયો ઉપર જાહેરાત કરવામાં આવે છે. જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી નીશીત વ્યાસે એક લેખિત ફરિયાદ એવી માંગણી કરવામાં આવી છે કે, ભાજપ દ્વારા વિદ્યાર્થી સ્વાવલંબન યોજના, આર્થિક સહાય કરવાની યોજના તથા કેન્સરના દર્દીને આર્થિક સહાય કરવાની યોજનાની જાહેરાતો જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મંજુર કરેલ તે તાત્કાલિક અટકાવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note