ભાજપની સુરત બગાડી નંખાતા ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનું કહેવું એ પાટીદાર સમાજ માટે અપમાન અને શરમજનક : 10-09-2016

  • ભાજપના રાજકીય તાયફાઓમાં સરકારી તંત્રનો બેફામ દુરપયોગ અને ધાકધમકી
  • સરકારી કર્મચારી – અધિકારોને રાજકીય એજન્ટ નહીં બનવા અપીલ – ભાજપની સુરત બગાડી નંખાતા ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનું કહેવું એ પાટીદાર સમાજ માટે અપમાન અને શરમજનક – ડૉ. હિમાંશુ પટેલ

ભારતીય જનતા પાર્ટીએ સુરતમાં પાટીદાર સમાજને રીઝવવા માટે યોજેલા અભિવાદન સમારોહમાં સરકારી તંત્રનો બેફામ દુરપયોગ કરવા છતાં સુરતની પ્રજા એ જ આ સમારોહની સુરત બદલી નાંખી. અગાઉ પોલીસ તંત્ર દ્વારા ધાક-ધમકી આપી આંદોલનને તોડી પાડવા સાથે ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનો ભાજપે પાટીદાર સમાજ માટે આપેલો પ્રતિભાવ ખૂબ જ આઘાત અને શરમજનક છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note