ભાજપની ગૌભક્તિ: CMની પુત્રીને રૂ. 15, ગૌશાળાને રૂ. 671માં જમીન
ભાજપને ગૌભકિત માત્ર મત મેળવવા પૂરતી જ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મુખ્યમંત્રીની પુત્રી અનારના ભાગીદારોના સંદર્ભમાં વધુ એક આક્ષેપ કર્યો હતો. અમરેલીની ગૌશાળા મુરલીધર ગૌ સેવા ટ્રસ્ટને બગસરાના હડાળા ગામની ગૌચરની જમીન રૂ. 671 પ્રતિ ચો.મી.ના ભાવે આપવાની ભલામણ કરાઇ હતી.
મોદી અને આનંદીબેન રાજીનામું આપે : કોંગ્રેસ
જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનારના ભાગીદારોને વાઇલ્ડ વૂડ રીસોર્ટની જમીન રૂ. 15 પ્રતિ ચો.મી ગણીને ગૌશાળા બાંધવા માટે પાંચ ગણા ભાવે આપવાનું ઠેરવ્યું, પણ પોતાની પુત્રીના ભાગીદારને પાણીના ભાવે સરકારી જમીન પધરાવી દીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. તેમણે વાઇલ્ડ વૂડ રિસોર્ટ કૌભાંડ વડાપ્રધાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન થયું હોવાથી તેમણે અને આનંદીબેને રાજીનામું આપવું જોઇએ તેવી માગણી કરી હતી.
ગાંધીનગરમાં વિધાનસભા કેમ્પસમાં પત્રકારોને સંબોધતા મોઢવાડિયાએ એવી પણ માગણી કરી હતી કે સુપ્રીમ કે હાઇકોર્ટના મોનિટરિંગમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ કરવામાં આવે અને જમીનને તાત્કાલિક રાજ્ય સરકારે પરત મેળવવી જોઇએ.તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ગૌશાળાઓને જમીન આપવામાં 50 ટકા રાહતની જોગવાઇ હોવાછતાં તેને તેવો કોઇ લાભ સરકારે ન આપતા ગૌશાળા બાંધવા જમીન દાનમાં મેળવવી પડી હતી.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-bjp-give-land-only-15-rupees-per-sqm-to-cms-daughter-and-671-rupees-per-sqm-5264498-PHO.html