ભાજપના પૂર્વ ધારાસભ્ય કોળી પટેલ આગેવાન શ્રી લાલજીભાઈ મેરે રાજીનામું આપીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા : 28-11-2018
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિના લીધે ભાજપના પૂર્વ ધારાસભ્ય કોળી પટેલ આગેવાન શ્રી લાલજીભાઈ મેરે રાજીનામું આપીને સેંકડો કાર્યકરો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી-સાંસદશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહ પ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતીજી, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી હિમાંશુ વ્યાસ, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી નવીનચંદ્ર રવાણી, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી સોમાભાઈ પટેલ, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી રાજેશભાઈ ગોહિલ, શ્રી અશ્વિનભાઈ કોટવાલ, મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી સહિતના હસ્તે કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો