ભાજપના ગેર બંધારણીય અને બિન લોકતાંત્રિક પગલાં દ્વારા નગરપાલિકાનું શાસન હસ્તગત કરવાની માનસિકતા

મોરબી શહેરના નાગરિકોએ કોંગ્રેસ પક્ષના પંજામાં વિશ્વાસ મુકીને શહેરની સુવિધા-સુખાકારી અને પાયાની સગવડો માટે જન સમર્થન-જન આશીર્વાદ આપી ભાજપને કારમી હાર આપી હતી. પ્રથમ દિવસથી કોંગ્રેસ પક્ષનો વિજય થતાં બેબાકળી બનેલ ભાજપ અને મંત્રીશ્રી કઈ રીતે નગરપાલિકાને તોડવી તેના માટે નતનવા કારસા રચતા હતા. ત્યારે ભાજપના ગેર બંધારણીય અને બિન લોકતાંત્રિક પગલાં દ્વારા નગરપાલિકાનું શાસન હસ્તગત કરવાની માનસિકતાની આકરી જાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં ભાજપનો કારમો પરાજય થયો છે ત્યાં ત્યાં સત્તા મેળવવા માટે ભાજપ કાવાદાવા કરીને ગેર બંધારણીય રીતે ઘૂસ મારે છે. સુપ્રિમ કોર્ટના ઉત્તરાખંડ અને ત્યારબાદ અરુણાચલપ્રદેશના બે-બે વખત તમાચા છતાં ભાજપની માનસિકતા સુધારતી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note