ભાજપના અધ્યક્ષના વાણી વિલાસ અને ઈતિહાસની અપૂરતી માહિતીને લીધે કરેલા બફાટ અંગે આકરી પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી : 29-03-2017

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે વાણી વિલાસ અને ઈતિહાસની અપૂરતી માહિતીને લીધે કરેલા બફાટ પ્રવચન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવે છે’તે વાત થી ડઘાઈ ગયેલ ભાજપ અધ્યક્ષના પ્રવચનમાં પ્રતિબિંબ જણાય છે. જુઠ્ઠુ બોલવું, જોરથી બોલવું વારંવાર બોલવું ભાજપની ઓળખ છે. સમગ્ર ભાષણમાં મોંઘવારી વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. સમગ્ર ભાષણમાં પ્રજાની વેદના વિશે કોઈ વાત નહીં. ગુજરાતના ખેડૂતો માટે-ગુજરાતના બેરોજગાર યુવાનો માટે-ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે-સમગ્ર ભાષણમાં ક્યાંય ચિંતા કે ઉલ્લેખ જણાયો નહીં.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note