બેફામ વાણી સામે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નિવેદનની આકરી ઝાટકણી : 27-05-2016

  • છ દાયકા સુધી ભાજપ સત્તાવિહોણી રહી તો શું તે અક્કલ વિનાની હતી – આનંદીબેન જવાબ આપો.
  • સ્વ.રાજીવજી સામે માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપના તત્કાલિન નેત્રુત્વ માં અક્કલ ન્હોતી – આનંદીબેન જવાબ આપો.
  • કેરળ , પ.બંગાળ , પોંડીચેરી , મેઘાલય , સીક્કીમ , તમિલનાડુ જેવા ભાજપમુક્ત રાજ્યો ના નેતાઓ અને કાર્યકરો શું બુધ્ધિ વગરના છે ? મુખ્યમંત્રી જવાબ આપો.

બેફામ વાણી વિલાસ કરવા ટેવાયેલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે  ખેડુત ની દીકરી છુ કોંગ્રેસને દાતરડુ લઇ વાઢી નાખીશ તેવા કરેલ નિવેદન બાદ ફરી એકવાર કોંગ્રેસમાં અક્કલ નથી અને માટે દેશ કોંગ્રેસમુક્ત થઇ રહ્યો છે તેવુ અક્કલ વિહોણુ નિવેદનની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, મારે શિક્ષિત મુંખ્યમંત્રીશ્રી આનંદીબેન ને પુછવુ છે કે જો કોઇ રાજકીય પક્ષની હાર તે પક્ષની અક્કલ વિનાના હોવાનુ પ્રમાણ હોય તો છ દાયકા સુધી ભુંડી હાર જોતા રહેલા આપનો પક્ષ શું બુધ્ધિ વગરના ચલાવતા હતા ? દેશમાં કોંગ્રેસ મુક્ત એકપણ રાજ્ય નથી જ્યારે આજેય એવા દશ રાજ્યો છે જ્યાં ભાજપ ને પગ મુકવા જમીન નથી. હાલ પાંચ રાજ્યમાં થયેલ ચુંટણી ના મતદાનનુ અક્કલ પુર્વક વિશ્લેષણ કરશો તો પણ સમજાઇ જશે કે વધુ અક્કલવાન કોણ છે ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note