બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા છતાં… : 04-12-2019

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા ન ભરાતા રાજ્યના ૧૦ લાખ જેટલા યુવાનોમાં ભારોભાર આક્રોશ છે. ત્યારે, રાજ્યના યુવાનાઓ ન્યાય માટે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે કરી રહેલા આંદોલન પર પોલીસ દમનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ને અન્યાય થયો તેનાથી વિદ્યાર્થીઓ મા આક્રોશ પરીક્ષા રદ કરવા અને ન્યાય માટ વિદ્યાર્થીઓ એકઠા થયા પોલીસ અને તંત્રોની મજુરી હતી. પોલીસના અત્યાચારમાં અનેક યુવાનો ઘાયલ થયા યુવાનો ના સમર્થન માં કોંગ્રેસના ધારાસભ્યે પહોંચ્યા તો તેમની પણ અટકાયત  થઇ સરકાર ભરતી ના નામે નાટક કરી પોતાના મળતીયાઓને નોકરી આપવામાં આવે છે ગુજરાત નો યુવાન જાગ્યો છે તેની પર પોલીસ ને આગળ ધરી અત્યાચાર કરવામાં આવે છે. ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે ૯ તારીખે ગુજરાત વિધાનસભા કુચનો કોગ્રેસ કાર્યક્રમ કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note