બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓ માટે રૂ. ૧૦માં ભોજન કેમ નહીં : 18-07-2017

બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓ માટે રૂ. ૧૦માં ભોજન કેમ નહીં ?

ભાજપ સરકારને જરૂરીયાતમંદ અને ગરીબ શ્રમજીવીઓને પણ કોઈ ભેદભાવ રાખ્યા વિના રૂ. ૧૦ થી ૩૦માં ભોજન આપવું જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતમાં ભાજપ સરકારે બાંધકામ શ્રમિકો માટે કડીયાનાકાએ રૂ. ૧૦માં પોષ્ટિક ભોજન આપવાની શરૂ કરેલી ચૂંટણીલક્ષી યોજનામાં બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછું વેતન મેળવતા ફીક્સ પગારધારકો, રોજમદાર કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરના રોજમદારો તેમજ રોજ ભરતા શ્રમજીવીઓને પણ આ ભોજન રૂ. ૧૦માં મળે તેવી વ્યવસ્થા કરવા કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note