બહોત હુઈ મહેંગાઈ કી માર….’ અને ‘અચ્છે દિન’ ના વાયદા કરી સત્તા મેળવનાર.. : 15-12-2015
બહોત હુઈ મહેંગાઈ કી માર….’ અને ‘અચ્છે દિન’ ના વાયદા કરી સત્તા મેળવનાર મોદી સરકારે સત્તમાં આવ્યાની સાથે સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી પરિસ્થિતિથી બેકાબૂ બનાવી છે. જે રીતે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું છુટક વેચાણ-ફુગાવો 14 મહિનાની સૌથી ઉંચા 5.41 ટકા દરને લીધે દેશના સામાન્ય નાગરિકોના રોજીંદા જીવનમાં અતિપરેશાની સામે ચૂંટણી સમયે મોટા અને ખોટા વાયદા કરનાર ભાજપ સરકાર મોંઘવારી અંગે જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રોજબરોજના જીવનમાં ખાદ્ય ફુગાવો 6.07 ટકા સાથે છુટક ભાવાંકમાં કઠોળ-દાળ માં 46.08 ટકા, શાકભાજીમાં 4 ટકા, ફળફ્રુટમાં 2.07 ટકા જ્યારે જથ્થાબંધ બજારમાં ખાદ્ય પદાર્થો ફુગાવો દર ડુંગળીમાં 52.69 ટકા, દાળ-કઠોળમાં 58.17 ટકા, શાકભાજીમાં 14.08 ટકા નો ભાવ વધારો ભાજપ સરકારની સંગ્રહખોરી, કાળાબજારીઓને પ્રોત્સાહન આપતી નિતીનું પરિણામ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો