બનાસકાંઠા, ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની આજરોજ યોજાયેલ ચૂંટણી પૈકી : 21-02-2018

બનાસકાંઠા, ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની આજરોજ યોજાયેલ ચૂંટણી પૈકી દાંતા તાલુકાની હડાદ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના નામની સામે પંજાના નિશાનને બદલે ભાજપનું ચિન્હ ઈ.વી.એમ. પર છપાઈને આવતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારે તાત્કાલિક અસરથી ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવા છતાં લાંબા સમય સુધી વહીવટી તંત્ર પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નહોતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નુક્શાન થાય તે પ્રકારની ઘટના સ્પષ્ટ જણાય છે. ત્યારે સમગ્ર બનાવમાં ગેરરીતી આચરનાર અને કોંગ્રેસના ઉમેદવારના નામની સામે પંજાના ચિન્હને ન છાપીને નુક્શાન કરનાર જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note