બનાસકાંઠામાં રૂ.400 કરોડનું મગફળી કૌભાંડ, ખેડૂતોની જાણ બહાર થઇ હતી ખરીદીઃ અમિત ચાવડા
આચરવામાં આવેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બનાસકાંઠાના પીડિત ખેડૂતોની મુલાકાત લેશે. બનાસકાંઠાના ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમણે ક્યારેય પણ મગફળી વાવી નથી તેમ છતા તેમના નામ પર મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમના ખાતામાં ખરીદીના નાણા જમા થયા અને કોઈકે ઉપાડી પણ લીધા.
બીજી વાત આ કૌભાંડમાં સામે આવી રહી છે કે, વર્ષ 2017માં અહી સંપૂર્ણ પાક ધોવાયો હતો. તેના માટેનું 100 ટકા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. જો પાક નિષ્ફળ ગયો છે તો આ 400 કરોડ રૂપિયાની મગફળી ક્યાથી આવી ? આ કૌભાંડમાં બનાસ ડેરીના સત્તાધીશો પર આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
https://www.vtvgujarati.com/news-details/amit-chavda-says-around-400-crore-groundnut-scam-in-banaskantha