પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીનો હુંકાર: 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે

કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા.

 કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ફરી એકવાર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આણંદ ખાતે ખાનગી રિસોર્ટ ખાતે નવનિયુક્ત થયેલા જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. સવારે વડોદરા એરપોર્ટથી બાય રોડ આણંદ રિસોર્ટમાં શિબિરમાં પહોંચ્યા હતા. અહીં પ્રમુખો સાથે બેઠક કરી દૂધ સંઘના સભાસદો સાથે પણ બપોર બાદ મુલાકાત કરી હતી. તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.

પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં પહેલા પક્ષને નુકસાન કરનારા નેતાઓને સન્માન મળતું હતું પરંતુ હવે માત્ર પક્ષમાં વફાદારીપૂર્વક કામ કરનારાઓને જ સન્માન મળશે. નવા નેતૃત્વ અને નવા કલેવર સાથે જનતાની સમસ્યાઓ અને પ્રાણપ્રશ્નોને લડવા મેદાનમાં આવીશું તો ભાજપના ભ્રષ્ટ નિષ્ફળ શાસનથી ત્રસ્ત જનતા જ આપણને ચૂંટણીઓ જીતાડશે. ઈમાનદારીપૂર્વક કામ કરનાર જિલ્લા અધ્યક્ષો માટે મારા અને ખડગેજી સહિત તમામ નેતાઓના દ્વાર હંમેશા 24 કલાક ખુલ્લા રહેશે.

https://gujarati.news18.com/amp/news/anand/rahul-gandhi-gujarat-visit-says-congress-government-will-be-formed-in-gujarat-in-2027-az-ws-b-2280262.html