પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે કરોડોનો કારોબાર : 28-08-2016
પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે કરોડોનો કારોબાર કરે છે. ચાલુ વર્ષે સરકારની વિવિધ પ્રવેશ સમિતિઓ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્રારા ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓના ખિસ્સા માંથી 12 કરોડ ખંખરેવામાં આવ્યા છે.ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે કરોડો રૂપિયા લૂંટવામાં આવે છે. ત્યારે સામાન્ય-મધ્યમવર્ગના લાખો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ફોર્મ ફી ના નામે ઉઘરાવતી રાજ્ય સરકારની પ્રવેશ સમિતિઓ લૂંટફાટનો ધંધો બંધ કરે તેવી માંગ કરતાં એન.એસ.યુ.આઈ. ગુજરાતના પ્રવક્તા શ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન પ્રવેશના નામે કરોડોનો કારોબાર કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પાસેથી 12 કરોડ ફોર્મ ફીના નામે જંગી રકમ વસૂલવામાં આવી છે. પ્રવેશ સમિતિઓએ 6.5 કરોડ લૂંટ્યા જ્યારે ખાનગી યુનિ.ઓએ 5.5 કરોડ ખંખેર્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના નામે રાજ્યના વિદ્યાર્થીઓના ખીસ્સા માંથી 12 કરોડ ખંખેરવામાં આવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો