“પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બંધારણ” : 19-11-2016
ભારતીય સંવિધનના શિલ્પીકાર ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ અથાગ પરિશ્રમ કરી વિશ્વનું સૌથી મોટું અને વિશ્વમાં શ્રેષ્ઠ અને અજોડ લેખિત બંધારણનું નિર્માણ કર્યું અને ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યું. આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે આગામી તા. ૨૬ નવેમ્બર ૨૦૧૬ ના રોજ “પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બંધારણ” વિષય ઉપર પ્રખર વિદ્ધાન ધારાશાસ્ત્રી અને સંવિધાનના નિષ્ણાંત શ્રી ગીરીશભાઈ પટેલનું વ્યાખ્યાન આયોજીત કરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો