પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની દિલ્હી ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત : 31-03-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આજે દિલ્હી ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમ્યાન શ્રીમતી સોનિયા ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીને પંચાયતી રાજની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું. કે ગુજરાતમાં આપના નેતૃત્વમાં આપની “ટીમ કોંગ્રેસ” પ્રસંશનીય કામગીરી કરી રહી છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વારાજની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મળ્યા છે. શ્રીમતી સોનિયા ગાંધીએ વધુમાં એમ પણ કહ્યું હતું આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની આશા અને અપેક્ષાને સંતોષીને નાગરિકોના હક્ક અને અધિકાર માટે અસરકારક લડત આપશે અને ગુજરાતના નાગરિકો પણ કોંગ્રેસ પક્ષને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જિલ્લા-તાલુકા પંચાયતની જેમ જ વિધાનસભામાં જનઆશીર્વાદ અને જનસમર્થન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો