પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત : 30-12-2016
નોટબંધીના ૫૦ દિવસ પૂરા થયા પછી પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત છે. ૧૪.૫ લાખ કરોડમાંથી પુરેપુરી ૫૦૦-૧૦૦૦ ની નોટની રકમ બેન્કમાં જમા થઈ ગઈ છે, તો કાળુ નાણું છે ક્યાં? મધ્યમ વર્ગ અને ગરીબોને હેરાન કરનાર ભાજપે અને વડાપ્રધાનને દેશને જવાબ આપવો પડશે. નોટબંધી બાદ ઉભી થયેલ અવ્યવસ્થા – અરાજક્તા માટે વડાપ્રધાન પોતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે. સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ ના સાથ સાથે નોટબંધી પછી ઉભી થયેલી પરિસ્થિતિ માટે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનના કરોડો નાગરિકોના મહેનત અને પરસેવાની કમાણી બેન્કમાં ખેંચી લઈને આર્થિક કટોકટી ઉભી કરી છે. બેન્ક અને એટીએમ ની લાઈનમાં ઉભા રહેલા કરોડો હિન્દુસ્તાનીઓને વડાપ્રધાને ચોર, ભ્રષ્ટાચારી સમજી લીધા છે. આ વાત હિન્દુસ્તાનના નાગરિકો માટે અપમાનજનક છે. નોટબંધીના નિર્ણય પહેલા સપ્ટેમ્બર ૫.૮૦ લાખ કરોડ વિવિધ બેન્કોમાં જમા કરાવનારની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. સમગ્ર દેશમાં વિવિધ જગ્યાએ કરોડો રૂપિયા જુદા જુદા નાગરિકો પાસેથી પકડાયા. જેમાંથી મોટા ભાગના ભાજપ સાથે સંકળાયેલા છે. મધ્યપ્રદેશમાં પકડાયેલા નાણાં અંગે હજુ સુધી કેમ તપાસ થતી નથી? રૂા. ૫૦૦૦ કરોડના નાણાં ખર્ચીને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ મેળવ્યું છે. શું આ નાણાં કાળા હતા કે ધોળા? ભાજપ જવાબ આપે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો