પ્રજાસત્તાક નો અર્થ પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન : ભરતસિંહ સોલંકી

ગુજરાત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ Bharatsinh Solanki એ ધ્વજવંદન બાદ ઉપસ્થિત પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર ભાઈ-બહેનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. ભારતને આઝાદી અપાવવા અને માતૃભૂમિના સન્માન માટે અસંખ્ય વીરો શહીદ થઈ ગયા હતાં. દેશભક્તોની કુરબાનીની ગાથાઓથી ઈતિહાસ ભરેલો છે. મહાન દેશભક્તોના ત્યાગ અને બલિદાનના પરિણામ સ્વરુપ આજે ભારત પ્રજાસત્તાક દેશ બની શક્યો . ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ દેશના 67માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવી છે.

દેશના 67મા પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક અર્થાત ગણતંત્રનો અર્થ છે કે, પ્રજા દ્વારા પ્રજાની સુખાકારી માટે શાસન. પ્રજાની સુખાકારી માટે 26મી જાન્યુઆરી-1950ના રોજ દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ભારત ખરાઅર્થમાં સ્વતંત્ર દેશ બન્યો. મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભવો ન્યાયી સાધનો દ્વારા ન્યાયી અને સભ્ય સમાજનું સર્જન થાય તે માટે કટિબદ્ધ હતાં. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા દેશના તમામ ધર્મો અને સમાજોના લોકોના હિતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એટલે જ આપણું બંધારણ સર્વપ્રથમ સામાજિક દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓ સામાજિક ઉત્કર્ષ માટેની છે. આ બંધારણ એ લોકશાહીનું નિરાળું સ્વરુપ રજૂ કરે છે અને મુક્ત વિચારણસરણીનો શ્રેષ્ઠ દૃષ્ટાંત છે.

http://www.vishvagujarat.com/r-day-means-goverence-by-the-people-for-the-people-bharatsinh-solanki/