પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-દેખાવો : 24-05-2018

  • This is the GDP crisis – Gas, Diesel and Petrol crisis of the Modi Government
  • ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪% જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.
  • ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં ૪૪૩.૬% એક્સાઈઝમાં ભારે વધારો
  • આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલ બજારમાં ૭૩% ભાવ ઘડાડો છતાં પેટ્રોલમાં ૧૦૮% અને ડીઝલમાં ૧૨૩% વધારો
  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-દેખાવો અને ઊંટગાડી સાથે રેલી યોજાઈ

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાથી મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ‘બહુત હુઈ મહંગાઈ કી માર, બસ કરો ભાજપ સરકાર’ ના સુત્રો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-દેખાવો અને ઊંટગાડી સાથે રેલી યોજાઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ‘This is the GDP crisis – Gas, Diesel and Petrol crisis of the Modi Government’, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને છે.૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં ૪૪૩.૬% એક્સાઈઝમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલ બજારમાં ૭૩% ભાવ ઘટાડો છતાં પેટ્રોલમાં ૧૦૮% અને ડીઝલમાં ૧૨૩% વધારો મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવાના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note