પૂર્વ સાંસદ (રાજસભા) શ્રી ઈરશાદ બેગ મિરઝાને શોકાજંલી : 15-11-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને વરિષ્ઠ આગેવાન પૂર્વ સાંસદ (રાજસભા) શ્રી ઈરશાદ બેગ મિરઝા ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. શ્રી ઈરશાદબેગ મિરઝા કોંગ્રેસ પક્ષના નિષ્ઠાવાન આગેવાન હતા. યુથ કોંગ્રેસથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરીને લાંબી રાજકીય મજલ કાપી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વના પદ પર જવાબદારી સંભાળી યોગદાન આપતા રહ્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે પ્રતિભાશાળી અને નિષ્ઠાવાન આગેવાન ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો