પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 09-05-2016
પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ.દોલતભાઈ પરમાર પ્રજાકીય પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહીને ઉકેલ આવે ત્યાં સુધી તે અંગે રજૂઆત કરતાં હતા. મંત્રી તરીકે હોય કે પછી જન પ્રતિનિધિ તરીકે હોય હંમેશા સરળ સ્વભાવને કારણે પ્રજા અને વહીવટીતંત્રમાં આત્મીય નાતો ધરાવતાં હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક જાગૃત જન પ્રતિનિધિ ગુમાવ્યા છે. પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દોલતભાઈ પરમારના દુ:ખદ નિધન અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ગુરુદાસ કામતજીએ પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો