પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી – ભારત રત્ન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતી ઉજવણીની અંગેના કાર્યક્રમો : 19-08-2019
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી વર્ષ ચાલી રહ્યું છે. સાથો સાથ ૨૦મી ઓગસ્ટથી ભારત રત્ન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતી ઉજવણીની અંગેના કાર્યક્રમોની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મુલ્યો અને સિધ્ધાંતોની સાથોસાથ સત્ય અહીંસા, શાંતી અને પ્રેમના સંદેશના પ્રચાર પ્રસાર હેતુથી પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં બે ઐતિહાસીક સ્થળોથી ગાંધી સંદેશયાત્રા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાશે. મીઠા સત્યાગ્રહના ઐતિહાસીક સ્થળ “દાંડીથી સાબરમતી આશ્રમ” અને પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મ સ્થળ “પોરબંદર થી સાબરમતી આશ્રમ” સુધી યાત્રા યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો