પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ‘‘પ્રાર્થના સભા’’ : 30-01-2022
સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ સહિતના સિધ્ધાંતથી ભારત દેશની આઝાદી માટે નેતૃત્વ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પટાંગણમાં ‘‘પ્રાર્થના સભા’’માં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. મંત્રી અને સંગઠન સહપ્રભારી ડૉ. બિશ્વરંજન મોહંતી, શ્રી જીતેન્દ્ર બઘેલજી, કોવિડ ન્યાય યાત્રાના રાષ્ટ્રીય સંયોજક શ્રી મનિષ શર્મા, ગાંધી વિચારકશ્રી ઉત્તમ પરમાર સહિતના મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીના તેલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરીને જોડાયા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો