પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલના નિવદેન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં મનિષ દોશી : 23-01-2022

રાજ્યના અને દેશના યુવાનોને મહેનત કરવા છતાં અહીંયા એટલે કે ગુજરાત કે દેશમાં યોગ્ય તક/સ્થાન ન મળતું હોવાના કારણે લોકો જીવના જોખમે વિદેશમાં જાય છે તેવા પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલના નિવદેન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, રાજ્યના પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલનું આ નિવદેન જ રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપવાના દાવાનો પર્દાફાશ કરે છે. રાજ્યમાં અને દેશમાં રોજગારી ન મળતી હોવાથી વિદેશમાં જવા લોકો મજબુર બને છે તે વાસ્તવિકતાનો સ્વીકાર એ જ ભાજપ સરકારની નિષ્ફળતા અને બેરોજગારોને રોજગારી આપવાના દાવાઓ પોકળ સાબિત થાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note