પુનીયાવાટ ગામની એક વિદ્યાર્થીનીને ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શાળામાં પ્રવેશ ન મળતા અગ્નિસ્નાન કરવાની ફરજ : 15-06-2016
‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાઓ’ ની ભાજપ સરકાર ગુલબાંગો પોકારી રહી છે. લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશોત્સવ, ગુણોત્સવના તાયફાઓ થાય છે ત્યારે છોટા ઉદેપુરના પાવી-જેતપુર તાલુકાના પુનીયાવાટ ગામની એક વિદ્યાર્થીનીને ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શાળામાં પ્રવેશ ન મળતા અગ્નિસ્નાન કરવાની ફરજ પડી ત્યારે ભાજપ સરકાર ઉત્સવો, તાયફાઓ બંધ કરીને સત્વરે સૌને શિક્ષણ મળે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ૭૦,૦૦૦ કરોડનું ‘વન બંધુ કલ્યાણ યોજના’ લાવે અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી ભાઈ બહેનોને શિક્ષણનો લાભ મળે તેવી જાહેરાતો કરે પરંતુ હકીકતમાં આદિવાસી સમાજની દિકરીને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ઠેર ઠેર અથડાવું-કુટાવુ પડે તેમ છતાં તેને પ્રવેશ ન મળે ત્યારે ‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાઓ’ માત્ર સૂત્ર અને જાહેરાત પુરતુ જ હોય તેવું લાગી રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો