પી.એસ.આઈ.ની ભરતી પ્રક્રિયામાં બિનઅનામત ઉમેદવારોને અન્યાય : 02-03-2017
- પી.એસ.આઈ.ની ભરતી પ્રક્રિયામાં બિનઅનામત ઉમેદવારોને અન્યાય
- ૬૮૫ પી.એસ.આઈ.ની સીધી ભરતી માટે ૩૩ ઉમેદવારો ઓછા બોલાવવાની શંકાસ્પદ પ્રવૃત્તિઃ બિનઅનામત ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ ૪૦ ટકા કરોઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ (પીએસઆઈ)ની ૬૮૫ જગ્યા માટે સીધી ભરતીથી નિમણૂંક કરવા અત્યારે ચાલી રહેલી પરીક્ષા પ્રક્રિયામાં ક્વોલીફાઈડ ૩૩ ઉમેદવારો ઓછા બોલાવી અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે કે, બિન અનામત કેટેગરીનાં ઉમેદવારો માટે પણ કટ ઓફ માર્ક્સનું ધોરણ ૪૦ ટકા જ કરી બિનઅનામત વર્ગને થતો અન્યાય તાત્કાલિક દૂર કરવો જાઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો