પાટીદાર યુવાનનું કસ્ટડીમાં મોત અંગે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધી મંડળ મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદન : 11-06-2017

મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય મળે અને જે રીતે પાટીદાર યુવાનનું કસ્ટડીમાં મોત થયું છે તે બનાવની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને જવાબદાર સામે ૩૦૨ નો ગુન્હો દાખલ કરવો જોઈએ. નવેસરથી કરેલ પોસ્ટમોટર્મનો રીપોર્ટ તાત્કાલિક મળવો જોઈએ. તેવી માંગ સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી અને કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધી મંડળ સવારે ૧૧-૩૦ કલાકે, મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને આવેદન પત્ર આપ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

English Copy of Memorandum Mahesana Custodian Death

Gujarati Copy of Memorandum Mahesana Custodian Death