પાગલ થયેલાં વિકાસને પાટા ઉપર લાવવો પડશે

ચોટીલાની જનસભામાં વિકાસનો મુદ્દો ફરી છેડતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને પૂછયું હતું કે, વિકાસને શું થયું છે? જનમેદનીમાંથી જવાબ આવ્યો કે, વિકાસ ગાંડો થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, એ લોકો એટલું જુઠ્ઠુ બોલ્યા કે, વિકાસ પ્રથમ વખત પાગલ થયો છે. પાગલ થયેલા વિકાસને ફરી પાટા ઉપર લાવવો પડશે.

નોટબંધીના નિર્ણયની મજાક ઉડાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, એકાએક રાતે હસતા હસતા જાહેર કરી દેવાયું કે, રૃા. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવામાં આવે છે. જાણે એમ માની લેવાયું કે બધુ કેશલેસથી ચાલે છે. આનાથી મોટા માથાઓએ કાળુ નાણું ધોળું કરી લીધું અને સામાન્ય લોકો પીસાઈ ગયા.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/the-mad-development-has-to-be-brought-to-the-track