પાકિસ્તાન જ્યાં સુધી તેની અવળચંડાઈમાંથી બહાર નહીં આવે અને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે ત્યાં સુધી ક્રિકેટ મેચ શા માટે : 03-06-2017
સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ પાકિસ્તાનની અવળચંડાઈ સામે “મેચ સહિતના સંબંધ કાપો, પાકિસ્તાનને જવાબ આપો”, “બંધ કરો આ ક્રિકેટ, સરહદ પર લો વિકેટ”, “પડોશ કર રહા પ્રહાર, બંધ કરો મેચ કા વ્યવહાર”, “બેટથી નહિ બંદૂકથી લડો, પાકિસ્તાનને સીધું કરો” જેવા સૂત્રોચ્ચાર- પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો