પાકિસ્તાનમાં કેદ માછીમારો અને તેમના પરિવારો માટે વિશેષ પેકેજ રોકનારાઓ સામે કાર્યવાહી કરવાની જરૂરઃ શ્રી અહમદભાઈ પટેલ : 30-03-2017

પાકિસ્તાનમાં કેદ માછીમારો અને તેમના પરિવારો માટે વિશેષ પેકેજ રોકનારાઓ સામે કાર્યવાહી કરવાની જરૂરઃ શ્રી અહમદભાઈ પટેલ

પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવેલ ભારતીય માછીમારોની મુશ્કેલીઓ પ્રત્યે રાજ્ય સભામાં વિગતો રજૂ કરતા સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજી પણ ૯૨૦ હોડીઓ, ૨૧૦ માછીમારો પાકિસ્તાનના કબજામાં છે. પાકિસ્તાન વખતો વખત તેની મરજી મજુબ માછીમારોને મુક્ત કરે છે. ડિસેમ્બર ૨૦૧૬ થી પાકિસ્તાને બે જૂથમાં ૪૩૯ ભારતીય માછીમારોને કર્યા છે. જે પૈકીના ઘણાં તો એક વર્ષથી વધારે સમય જેલમાં બંધ હતા. ભારતે પણ પોતાના પાડોશી રાષ્ટ્ર સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવવા તેમ કર્યું છે. પરંતુ ૨૦૦૩ થી અત્યાર સુધી પકડાયેલી ભારતીય બોટ-હોડીઓને છુટી કરવાની બાબતમાં પાકિસ્તાનનું વલણ અક્કડ રહ્યું છે. અલબત્ત, આપણે ૨૦૦૪ થી જ આવી જપ્ત કરેલી બોટને છોડાવવાના પ્રયાસો કરી રહ્યાં છીએ, પરંતુ પાકિસ્તાન અક્કડ વલણ દાખવી રહ્યું છે અને આવી બોટ પાછી સોંપી રહ્યું નથી. ૨૦૧૫ માં પાકિસ્તાને માત્ર ૫૭ બોટ પાછી સોંપી હતી. તેથી પાકિસ્તાનના કબજામાંથી આવી બોટ છોડાવવા માટે કેન્દ્ર સરકારે યોગ્ય પ્રયત્નો કરવા રાજ્ય સભામાં અનુરોધ કર્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note